STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

દર્દ પણ થઈ જશે ફરાર

દર્દ પણ થઈ જશે ફરાર

1 min
299

ફરાર થઈ જશે અંધારું,

એક દીપક તું જલાવી જો,


દૂર કરવા ઉરનું અંધારું,

દીપથી દીપ પ્રગટાવી જો,


ચોક્કસ મળશે મંઝિલ તારી,

કર્મથી ભાગ્યનું પાંદડું હટાવી જો,


દર્દ પણ થઈ જશે એક દિ' ફરાર,

બસ હૈયે સ્મિત સજાવી જો,


મળી જશે ખુશીઓનો ખજાનો,

કોઈ દુઃખીને હસાવી જો,


અઢળક ખુશીઓ આવશે તારા દ્વારે,

કોઈના ખુશીઓના મહેલ ચણાવી જો,


દર્દ થઈ જશે સઘળું તારું ગાયબ,

રિસાયેલી ખુશીઓને એકવાર મનાવી જો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational