દોસ્ત બનીને આવજે
દોસ્ત બનીને આવજે
પ્રેયસી ના બની શકે તો દોસ્ત બની આવજે,
સંગાથે ના રહે તો દોસ્ત, વસંત બની આવજે,
તારી વિડંબણાઓ હું હસી સહી જઈશ,
તું બસ અપરિચિત થઈ સામે આવજે,
તું તારામાં આળઘોળ, એકલતા હું સહી જઈશ,
તું બસ ભરચોમાસે તડકો બની આવજે,
તને લાગે એકલું, હું દોસ્ત બની આવી જઈશ,
તું બસ તારું જીવન કાંટાળું લઈ આવજે,
છે ખૂણે ભાવ જીવનાં, દોસ્ત બની આવજે,
જીવને વટેમાર્ગુ સૌ "રાહી", દોસ્ત બનીને આવજે.
