STORYMIRROR

Harshida Dipak

Inspirational

3  

Harshida Dipak

Inspirational

દલડામાં થાશે અજવાસ

દલડામાં થાશે અજવાસ

1 min
26.2K


આવો તો શ્યામ મુને થાશે હળવાશ 

   મારા દલડામાં થાશે અજવાસ 

ભીતરમાં ભળભળતો ઉનાળો ધગધગતો 

   તારા આવવાથી થાશે ઉજાસ 

હરિ તમે આવો તો દલડામાં થાશે અજવાસ 

જમુનાનાં નીરમાં તરતું મેં જોયું 

 વગડે વગડે એને ફરતું મેં જોયું 

વનરા તે વનના મારગ વચ્ચે 

 પાન એક નાનકડું ફરફરતું જોયું 

થરથરતા શિયાળે માઘના મહિને 

  તારી હૂંફથી થાશે ગરમાશ ...

   હરિ તમે આવો તો દલડામાં થાશે દલડામાં થાશે અજવાસ 

ના - કહીને રોજ હું ના જી ના કરતી 

 હા - કહીને હરખેથી હામાં હું ફરતી 

વ્હાલની ભરેલી વાતોમાં વહેતી 

 મીઠો તારો ટહુકો આંખોમાં ભરતી 

સરસરતો શ્રાવણિયો અંતરમાં ઓગળે 

  તારા રસમાં છે એવી મીઠાશ ...

 હરિ તમે આવો તો દલડામાં થાશે અજવાસ 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational