દિવાળીની શુભકામના
દિવાળીની શુભકામના
આવી દિવાળી આવી દિવાળી
ઉત્સવને લઈને આવી દિવાળી,
દીવા પ્રગટાવો દીવા પ્રગટાવો
ઉમંગ લઈને આવી દિવાળી,
ફટાકડા લાવો મીણબત્તી સળગાવો
ખુશી લઈને આવી દિવાળી,
ઘર સજાવોને ઘરને મહેકાવો
હેત લઈને આવી દિવાળી,
મીઠાઈ બનાવોને મીઠાઈ મંગાવો
સંબધોને સજાવવા આવી દિવાળી,
મનને મનાવોને મનને મલકાવો
આવી દિવાળી તહેવાર લઈને.
