દિવાળી મનાવીએ પરિવાર સંગ
દિવાળી મનાવીએ પરિવાર સંગ
દિવાળી પર કરીએ પ્રતિજ્ઞા
સૌની સાથે દૂર કરીએ અબોલા
દિવાળીને મનાવીએ પરિવાર સંગ ....!
ઘર કરીએ સ્વચ્છ સ્વચ્છ
મનને કરીએ સ્વસ્થ સ્વસ્થ
દિવાળીને મનાવીએ પરિવાર સંગ....!
ઘર આંગણે રંગોળી મજાની કરીએ
સૌના દિલમાં પ્યારનો રંગ જગાડીએ
દિવાળીને મનાવીએ પરિવાર સંગ....!
વડિલોનો સૌ આદર કરીએ
બાળકને એની મસ્તીમાં સાથ દઈએ
દિવાળીને મનાવીએ પરિવાર સંગ...!
દીવડા પ્રગટાવીએ આજ આનંદે
દિલમાં સૌને રોશની ભરી દઈએ
દિવાળીને મનાવીએ પરિવાર સંગ..!
