STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

દિલનો દરબાર

દિલનો દરબાર

1 min
119

સુંદર ખીલેલી આ મધુર સંધ્યામાં,

હું અતિ રોમાંચિત બની ગયો છું,

નભમાં ઊડતાં પક્ષીઓના કલરવમાં,

હું તુજને મનથી યાદ કરી રહ્યો છું,


દિલમાં સંગ્રહેલી લાગણીઓથી,

હું તુજને ભીંજવવા મથી રહ્યો છું,

પાગલ બની ગયો છું તારા પ્રેમમાં,

હું દિલથી તુજને સાદ કરી રહ્યો છું,


તારા આગમનના અણસાર મળતાં,

હું તુજને મળવા અધીર બન્યો છું,

તારૂં સ્વાગત કરવા માટેની તૈયારીમાં,

હું શરણાઈના સૂર રેલાવી રહ્યો છું,


ન કરીશ હવે વિલંબ ઓ મારી વ્હાલી,

હું તારા મિલન માટે થનગની રહ્યો છું,

તારૂં મિલન મધુર બનાવવા "મુરલી",

હું મારા દિલનો દરબાર ભરી રહ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance