દિલની સુંદરતા
દિલની સુંદરતા
દિલની સુંદરતા આકર્ષે છે મનને,
દિલની સુંદરતા જ ગમે છે મનને,
તનની સુંદરતા નથી હોતી કાયમી,
દિલની સુંદરતા નિકટ લાવે છે મનને,
દીર્ઘજીવી હોય છે સૌંદર્ય દિલતણું,
એથી જ એ સદા વશ કરે છે મનને,
અલ્પજીવી સૌંદર્ય શરીરનું રહેતું,
જરા પ્રહારે એ ઉતારે છે મનને,
દિલમાં હોય છે વાસ ઈશ્વર તણો,
સર્વદા ભાવનાથી ફાવે છે મનને.