STORYMIRROR

Kinjal Pandya

Romance Others

3  

Kinjal Pandya

Romance Others

દિલદાર

દિલદાર

1 min
433

ઝૂકાવીને નજર મેં આજ બંદગી કરી છે,

ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે,


હાથ ઉઠાવી મેં આજ ઈબાદત કરી છે,

ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે,


કરી દિલ બેચેન મેં આજ મહોબ્બત કરી છે,

ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે,


મારી ચાહતની મેં આજ સ્વીકૃતિ કરી છે,

ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે,


જન્મોજનમ તું મળે મેં આજ દુઆ કરી છે,

ખુદા તારી કે પછી મારા દિલદારની કરી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance