દિલ
દિલ


પ્રેમના ધાગે એતો,
સદા બંધાયેલ રહેતો,
લાગણીઓની હેલીમાં,
સૌને ભીંજવતો રહેતો,
એનું નામ 'દિલ'.
બની અતિસંવેદનશીલ,
હ્રદયના ખૂણે,
વર્ષાવે લાગણીના,
પૂર અખૂટ,
નાજુક અને અતિ કોમળ,
હોય છે આ દિલ.
નફરતના પૂરોનો,
વિરોધી અચૂક
કોઈ પહોંચાડે જો,
આ દિલને ઠેસ,
તો રગેરગમાં આંસુ બની,
છલકે અસીમજગ
આખું, લાગે ઠગારું.
જીવવાની આશા બને,
નિરાશામાં અસીમ
જેમાં ન હોય લાગણીની,
કોઈ ભાષા, સદા બબડાવે.
તુચ્છ ભાષા એનામાં દિલ,
ન હોય ક્યારેય, એતો ખુદ હોય,
એક તોછડી ભાષા.
આ ક્ષણભંગુર જીવનમાં,
ન બોલશો, તોછડી ભાષા,
ન જાણે ક્યારે કોઈ,
પ્રેમભર્યા દિલની, ખોરવાઈ જાય,
જિંદગીની ભાષા.
કરી શકો તો એટલું કરજો,
સૌનાં દિલમાં રહો એવું કાર્ય કરજો,
દિલ સૌનાં હસતાં હસાવતા
આ જિંદગીના બે પલ માણી જોજો.
વાતને વાતવાતમાં,
હોઠે લાવે છે દિલ,
એમ કરી સૌનું દુ:ખ,
હળવું કરે છે આ દિલ !
બાકી શું કહેવું ?
લાગણીઓનો હેલી એવો,
સાચો હમદર્દી હોય છે આ દિલ.
દુ:ખમાં પણ સાથ આપતો,
સાચો સાથી હોય છે
આ દિલ