દિકરી
દિકરી


લાખોપતિ થવાના સપના જોતો હતો,
અર્બોપતિ થયો દીકરી તારો જન્મ થયો.
દિકરી તુ તો છે વહાલનો દરિયો,
દિકરી તુ તો છે સ્મિતનો જરિયો.
દિકરી તુ મારા મુંછ નો તાવ છે,
દિકરી તુ કેટલાય જન્મનું પુણ્ય છે
દિકરી તુ લક્ષ્મિ નો અવતાર છુ,
એક જન્મે બે પરિવાર તારનાર છુ.
દિકરી થઈ ને પણ દિકરો બની,
આખાં પરિવારની તુ લાગણી બની.
તુ તો છે મારા ભાગ્યનો દ્વાર,
કોણ કહે છે તને પરિવારનો ભાર.
તારા વિના બાપની જિંદગી અધુરી છે.
તારા જન્મને શું જાણે આ દુનિયા,
કેટલાય પુણ્ય પછી જન્મી મારા આંગણે,
મહેકી- ઉઠી જઈ સાસરિયાના આંગણે.
તારા સ્મિતથી દિવસ સુધરી જાય,
તારા સ્મિતથી થાક ઉતરી જાય.
દિકરી થઈ સમાજને ખુચું છુ,
દિકરી થઈ કેમ દિકરો થઈ છુ.
કેવી રીતે આટલુ તારુ ઋણ ઉતારુ.
દિકરી થઈ પણ માની ગરજ સારુ.