STORYMIRROR

Tarak dave

Others

3  

Tarak dave

Others

પગાર

પગાર

1 min
249

હૃદયમાં એક ઉમળકા સાથે એક હતાશા પણ છે..આજે પગારની તારીખ છે..


સવારથી એક મેસેજના રણકારની રાહ છે.. કેટકેટલી આશાઓ સાકાર થવાની ચાહ છે..પણ કેમ સાથે સાથ મુંજવણની કતાર છે..


ખબર છે કે તું છે મર્યાદિત છતાં માંગણીઓ અમર્યાદિત છે.. 

આજે ફરીથી મેસેજનો રણકાર છે પણ ઉમળકાથી હતાશા તરફ લઈ જતો ઝણકાર છે.


હવે તો સિલકનો પણ હાહાકાર છે..વિચારશક્તિ સંકુચિત કરવાનો જવાબદાર છે.

બીજાના સપના સાકાર કરવાની જવાબદારી છે..પોતાના ઘરે જવા માટે અનુમતિ લેવા લાચાર છે..


દુનિયામાં મોંઘવારીની ભરમાર છે..પણ તું તો કામગીરીના આંકડાનો મોહતાજ છે..

છે તું થોડા દિવસનો મહેમાન.. પછી પાછી પહેલી તારીખની રાહ છે.


Rate this content
Log in