ચિંતાના વાદળનો વરસાદ
ચિંતાના વાદળનો વરસાદ


વરસાદનાં વાદળો ને પવન ઠેલશે,
પણ ચિંતાના વાદળો કોણ ઠેલશે.
વરસાદનાં વાદળો તો વરસી જશે,
પણ ચિંતાના વાદળો તો ઘર કરી જશે.
વરસાદ વરસીને ઠંડક કરશે,
ચિંતા વરસીને હતાશ કરશે.
વરસાદ વરસી લાવે નવા નીર,
ચિંતા લાવે બિમારી નવી ચીર.
વરસાદ પ્રસરાવે ભીનાશ,
ચિંતા પ્રસરાવે વિનાશ.
વરસાદ લાવે ખુશીઓનો છંટકાવ,
ચિંતા કરી દે દુઃખોમાં ઘરકાવ.