દિકરી કયારે મોટી થઈ ?
દિકરી કયારે મોટી થઈ ?
દિકરી કયારે મોટી થઈ ગઈ કંઈ ખબર ન પડી
ઘરની જવાબદારી સંભાળતા કયારે શીખી ગઈ
કંઈ ખબર ન પડી...
સવારે ચા નાસ્તા માટે જેને ઉઠાડતી મમ્મી
એ સાસરે સૌને નાસ્તા માટે ઉઠાડતી થઈ ગઈ
દિકરી કયારે મોટી થઈ ગઈ...
ભાઈ સાથે ઝઘડતી દરેક ચીજમાં ભાગ પડાવતી
સાસરે જઈ સ્વેચ્છાએ બધુ ત્યાગ કરતી થઈ ગઈ
દિકરી કયારે મોટી થઈ ગઈ...
ખુલ્લાં વાળે આખી શેરીમાં હરતી ફરતી
સાસરે જઈ ઘુંઘટમા સમાતી થઈ ગઈ
દિકરી કયારે મોટી થઈ ગઈ...
રોજ નવી નવી વાનગીની ફરમાઈશ કરતી
સાસરે જઈ બધાની ફરમાઈશ પુરી કરતી થઈ ગઈ
દિકરી કયારે મોટી થઈ ગઈ...
