STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

દીપ જલાવી કરો પ્રાર્થના

દીપ જલાવી કરો પ્રાર્થના

1 min
365

હું ઘર દીવડો ટમટમ કરતો,

પાવનતા પ્રગટાઉં,

દીપમાળા થઈ આંગણમાં,

મંગલતા છલકાઉં. 

 

સંદેશો મારો જગ આખાને,

ભલે સૂરજ સંતાયો,

આવો લડીએ સાથ મળીને,

કરવા અંધારાનો સફાયો.

 

 વિપદાની આજ છે વેળા,

કોરોના છે મહા ડંખીલો,

દીપ જલાવી કરો પ્રાર્થના,

લડો સહયોગી થઈ ગર્વીલા.

 

 દેશ આપણો, આપણે દેશના,

બાંધવનો છે નાતો,

સહયોગનું અભિયાનજ ક્રાંતિ,

દીપ દ્વારે મલકાતો(૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational