દીકરી
દીકરી
કહે છે દીકરી વહાલનો દરિયો,
પ્રેમ, હુંફ જાણે ખોબલે ભર્યો,
જનની સંગાથે બોલે કાલીઘેલી,
પિતૃગૃહે કરે પા..પા પગલી,
પરણાવીને પારકી કરીએ,
તોય દુઃખમાં એ દોડતી આવે,
સંસ્કાર નિભાવે, બે કુળ દીપાવે
માતા-પિતાનો ભવ ઉજાળે,
વર્તમાનયુગનો ખરો દીકરો,
એ દીકરી જે છે, વહાલનો દરિયો.
