STORYMIRROR

Arjun Gadhiya

Classics Fantasy

5.0  

Arjun Gadhiya

Classics Fantasy

ધન્ય જલારામની જન્મભૂમિ...

ધન્ય જલારામની જન્મભૂમિ...

1 min
1.3K



(રાગ : નંદરાણી તારા આંગણા…)


હે વિરપુર તારા કેટલા જનમની કમાણી રે,

જલારામની તું જન્મભૂમિ રે જી…


જેની ચરણ રજ છે સોનાની,

એણે બાળ વયે ખાધી તારી માટી રે

બાપ બધાનો કે’ તને માડી રે,

ધન્ય જલારામની તું જન્મભૂમિ રે જી…


જગ જેને ખોળે રમે, રમ્યો એ તારે ખોળે રે,

હે તને વહાલથી ગાલે એણે લગાડી રે…

ધન્ય જલારામની તું જન્મભૂમિ રે જી…


જગનો સહારો જે, હાલતા જ્યાં શીખીયો રે,

હે તારા પર પાડી એણે પાપા પગલી રે…

ધન્ય જલારામની તું જન્મભૂમિ રે જી…


જગને સુવાડે જે, સુવે તારે ખોળે રે,

હે એને મીઠી નીંદરૂ જ્યાં આવી રે,

ધન્ય જલારામની તું જન્મભૂમિ રે જી…


સૌને દાન આપે જે, તું એને આપે દાણ રે,

હે પ્રભુની ચરણ રજ લેનારી રે,

ધન્ય જલારામની તું જન્મભૂમિ રે જી…


‘અર્જુન’ જેને નમે, વંદે એ તને રે,

હે અયોધ્યા જેવી પાવનકારી રે,

ધન્ય જલારામની તું જન્મભૂમિ રે જી…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics