ધન્ય! ડૉ અબ્દુલ કલામ
ધન્ય! ડૉ અબ્દુલ કલામ
પાવન ધરણ જ રામેશ્વરની
જન્મભૂમિ તવ ગૌરવવંતી
મૂઠી ઊંચેરી તવ શાન
ધન્ય ! ડૉ અબ્દુલ કલામ
સ્વયં પ્રકાશ્યો કર્મઠ દીપે
ખ્યાત ‘મિસાઈલ મેન‘ યુગે
પ્રખર વિજ્ઞાની તવ નામ
ધન્ય ! ડૉ અબ્દુલ કલામ
દીઠું રત્નોમાં તું અદકું રત્ન
ગૌરવવંતું જ સાચું ભારત રત્ન
ભારત દેશનું ગૌરવ ગાન
ધન્ય ! રાષ્ટ્રપતિ ડૉ કલામ
અમર ઈતિહાસે અંકિત તવ નામ
દેશ દે શત શત સલામ
ધન્ય ! ડૉ અબ્દુલ કલામ !
