STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ધન ધન તમારી ઠકુરાઈ....,

ધન ધન તમારી ઠકુરાઈ....,

1 min
234

ધન  ધન તમારી ઠકુરાઈ.…..


જાગી  પુનઈ  પ્રગટી  વડાઈ

રઘુકુળ રીતિ વચન સચ્ચાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

અભયદા   સિયારામ   સુભાષી

રાજધર્મની   શોભા    છલકાઈ

પિતૃ-બંધુ ધર્મની દીપી ખરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

ધીર  વીર    વત્સલ   સુહાસી

વચનકાજ   હાલ્યા   રઘુરાયી

કેવટ  પામ્યો  ભવ   ઉતરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

ઋષિ  વનવાસી  સૌ  સુભાગી

વનપથે  વિચરે  પૂણ્ય કમાઈ

યશોધર શુભંકર ધર્મ ધુરંધર

દશાનન  સંગ   છેડી  લડાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

રામ  લખન  સુગ્રીવ  હનુમંતા

ભરત  શત્રૃઘ્ન  ભાઈ બલવંતા

અવધ ઝીલે વિજયઘોષ દુહાઈ

ઋષિ   વાલ્મિકી   ગાયે   ચતુરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ

 

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational