STORYMIRROR

Ashish Makwana

Thriller

3  

Ashish Makwana

Thriller

ધમાલ

ધમાલ

1 min
171

એવી ઘણી હજારો લાખો હલાલ થઈ છે,

બે ચાર જિંદગીઓ તો પણ મિસાલ થઈ છે,


ઉતરી છે દાજ કોઈ નિર્દોષ માનવી પર,

કારણ વિનાની રસ્તા વચ્ચે બબાલ થઈ છે,


જ્યાં ભીડ થઈ હતી ત્યાં જતાં બધા ડરે છે,

માલુમ થયું કે મોટા પાયે ધમાલ થઈ છે,


સંઘર્ષની છે વેળા, દરકાર થઈ પડી છે, 

ખાખી ચડી છે ખંભે ને આંખ લાલ થઈ છે,


હુંકાર એક મારી ને ટોળકી ભગાડી,

ઊભા રહે હજી પણ, કોની મજાલ થઈ છે ?


બીજા દિવસના છાપામાં આવશે ખબર કે,

ગુમનામ શખ્સ વચ્ચે બસ બોલચાલ થઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller