STORYMIRROR

Parulben Trivedi

Inspirational

3  

Parulben Trivedi

Inspirational

ધડબડાટી બોલાવો

ધડબડાટી બોલાવો

1 min
195

ખુદને ખોટાથી બચાવવા ખુદમાં સતપ્રકાશની ધડબડાટી બોલાવો,

મનને ભટકતું અટકાવવા મનમાં સ્થિરતાની ધડબડાટી બોલાવો,


મન માંકડું કહેવાય છે પણ પાછું ખેંચો કેન્દ્રસ્થાને,

જિંદગીને સદગુણોથી મહેંકાવવા મનમાં ધડબડાટી બોલાવો,


અર્જુને એમનેમ માછલી વીંધી ન હતી,

લક્ષને સાધવા ખુદમાં એકાગ્રતાની ધડબડાટી બોલાવો,


છે મન વ્યાકુળ ઘણું પણ ક્યાં સુધી રહેશો ઉદાસ ?

તનને સ્વસ્થ રાખવા હાસ્યની ધડબડાટી બોલાવો,


આ જિંદગી વહી જાશે ખોટા વાદ-વિવાદમાં,

આવાગમન મિટાવવા ખુદમાં બ્રહ્મનાદની ધડબડાટી બોલાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational