ધબક ધબક
ધબક ધબક
ધબકી રહ્યું ઉર તો ધબક ધબક,
સંભળાય છે સૂર તો ટપક ટપક,
હશે એની કોઈ દુગ્ધા છૂપાયેલી,
જાણે ઉપડી પીડા તો લવક લવક,
લાગણીના દેશમાં વસનારું એ,
શુદ્ધ કંચન સમું ના તો વરખ વરખ,
મનથી હશે એને બારમો ચંદ્રને,
દિલથી દિલ જોડે તો હરખ હરખ,
કાયમ હોય વસંત એને આંગણે,
પાનખરથી ના પડતો ફરક ફરક,

