STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

ધૈર્ય ધરજે રાહમાં

ધૈર્ય ધરજે રાહમાં

1 min
356

છો છવાય ઘનઘોર વાદળી તારા રાહમાં,

ધૈર્ય ધરી અડીખમ ઊભો રહેજે રાહમાં,

અંધકાર વ્યાપે ને માર્ગ કદી સૂઝે નહીં,

નિરાશ થયા વિના વધતો રહેજે રાહમાં,

કુદરત છે ધૂપ કે છાંવ તો સહજ આવે,

લક્ષ્ય નિર્ધાર કરી વધતો રહેજે રાહમાં,

છાંવ મળે માથે તો ઉપકાર પ્રભુનો માન,

અજવાસની પ્રતીક્ષામાં ચાલજે રાહમાં,

વાદળ વિખેરાશે ને સૂર્ય ઝગમગશે કદી,

હિંમત રાખી તું અડીખમ રહેજે રાહમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational