દેજે મને
દેજે મને
સુખ અને દુઃખને સહેવાની શક્તિ દેજે મને.
ઊભયમાં તટસ્થ રહેવાની શક્તિ દેજે મને.
સારી નરસી સ્થિતિ આખરે કર્મફળ આપણાં,
બંનેમાં ધીરજ આચરવાની શક્તિ દેજે મને.
ના ટળી શકતાં સુખદુઃખ કર્મ તણા હિસાબે,
દુઃખમાંહી હિંમત રાખવાની શક્તિ દેજે મને.
ના છકી જાઉં વખત સારો આવતાંને કદીએ,
અભિમાનથી દૂર વસવાની શક્તિ દેજે મને.
ના પડું ભાંગી દુઃખના કર્મપ્રહાર થાય ત્યારે,
દ્રઢ મનોબળથી ઉકેલવાની શક્તિ દેજે મને.
