STORYMIRROR

Khyati Anjaria

Inspirational

4  

Khyati Anjaria

Inspirational

ડોશી બા

ડોશી બા

1 min
451

ડોશી બા તો જબરા ભાઈ,

જીભે રામ રામ બોલતા જાય,

મંદિર રોજ આંટા મારે,

કમરે પોટલી ખોસતાં જાય.


માળા જપે કેટકેટલાય દેવની,

વ્રત ઉપવાસ રોજ કરતા જાય,

મળે કોઈ જો ભૂખ્યું તરસ્યું,

આઘા ત્યાંથી દોડી જાય.


ગાજવામાંથી રૂપિયો ના છૂટે,

ના કદી કોઈની દયા એ ખાય,

ઘરમાં ઘુસી ટાંટિયા લંબાવે,

લાંબો રગડો તાણતા જાય.


પાઇ પાઇનો હિસાબ માંગે,

ઘરવાળા ઓ ડરતા જાય,

કાયા તારી આ નબળી પડશે,

કોઈ ના તારો હાથ ઝાલશે.


ભેગું કરેલું અહીં જ રહેશે,

પાઇ પણ તારી સાથે ના આવશે,

મંદિર ના આંટા ફેરા નહિ,

કર્મ જ તારું કામ લાગશે.


પોટલી તારી ખોલી નાખ તું,

પારકા પણ પોતીકા લાગશે,

ડોશી બા તો જબરા ભાઈ,

જીભે રામ રામ બોલતા જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational