STORYMIRROR

Kaushik Dave

Fantasy Children

3  

Kaushik Dave

Fantasy Children

દાદા દાદા વાર્તા કહો

દાદા દાદા વાર્તા કહો

1 min
232

દાદા દાદા કહાની કહો

લખો છો વાર્તા તો

એક સારી કહાની કહો

દાદા દાદા કહાની કહો,


દાદાજી કહેતા

હસતા રહેતા

બોખા દાંતે પણ વાર્તા કહેતા,


રમતા બાળકો ગમતા બાળકો

બાળકોને એક કહાની કહું,


ફૂલોની વાર્તા પતંગિયાની વાર્તા

કુદરતના રંગની કહાની કહું,


બાળકો હસતા

દાદાજીને જોતા

કાલુ કાલુ પણ કેવું બોલતા !


દાદા દાદા કહાની કહો

લખો છો વાર્તા તો

એક સારી કહાની કહો

દાદા દાદા કહાની કહો,


સાંભળીને દાદાજી બોલ્યા

થોડી થોડી ખાંસીથી ડોલ્યા,


પશુ પંખીઓ જોયા છે તમે !

ચકલાની વાર્તા પોપટની વાર્તા

થનગનાટ કરતા મોરની વાર્તા

વાર્તામાં જ રહેતા પંખીઓની વાર્તા

આજે તમને કહું સુંદર વાર્તા,


થોડી હસી ને થોડી ગમ્મતમાં કહેતા

દાદાજી બાળકો સાથે સમય કાઢતા

સાથે વાર્તાની શીખ પણ આપતા

સાંભળીને બાળકો ખુશ પણ થાતાં,


દાદાજી તમે બહુ છો વ્હાલા

પરીઓની વાર્તા તમે સંભળાવતા

વેકેશન કેવું પુરું થાતું !


દાદા દાદા કહાની કહો

લખો છો વાર્તા તો

એક સારી કહાની કહો

દાદા દાદા કહાની કહો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy