ચોમેર પ્રકાશ ફેલાવી દે
ચોમેર પ્રકાશ ફેલાવી દે
હૈયે હોય કોઈ વાત તો
તું બોલી દે,
દિલના તારા સઘળા રાજ ખોલી દે,
ભલે આવે મારગમાં હજારો આંધી,
પણ મારી સાથે સંબંધ તું જોડી દે,
સાથ રહેશું ભવોભવ આપણે,
બસ અહંકારની મટકી ફોડી દે,
બની જા મહેકતી હવા,
મારા જીવનના બાગને મહેકાવી દે,
બની ચાંદ, આવ મારા જીવન આકાશે,
અંધકારભર્યા જીવનમાં ચોમેર પ્રકાશ ફેલાવી દે.

