STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational

4  

Ajay Parker ' ભાવિ '

Inspirational

ચલ મન, હિસાબ માંડીએ

ચલ મન, હિસાબ માંડીએ

1 min
307

ચલ મન, આજ સુધીનો હિસાબ માંડીએ,

કાઢી સરવૈયું જમા ઉધારનું, આજ હિસાબ માંડીએ,


પડખે મળેલી હૂંફની, ને ભીની પથારીની,

માડીએ કરેલા ઉજાગરાનો, ચલ મન, હિસાબ માંડીએ,


માંડ ભેખડિયે થાતાં, ડગલી નાની પાડી,

સ્હેજ હેઠા પડતાં જીવ કેટલો કપાતો ! ચલ મન, હિસાબ માંડીએ,


વરસ ઉપર વરસ વીત્યાં, આવી જુવાની આજ,

તારાં વરસ વધતાં એનાં કેટલાં ઘટ્યાં ?

ચલ મન, હિસાબ માંડીએ,


નાની નાની વાતો માંડીને કરતાં સંતાન,

મોટી મોટી વાતો કેટલી છૂટી ! ચલ મન, હિસાબ માંડીએ,


કોની તરફનું પલ્લું નમે છે, ' ભાવિ '? માડીનું કે આપણું ?

કાઢી સરવૈયું જમા ઉધારનું, ચલ મન, હિસાબ માંડીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational