ચિરાગ
ચિરાગ


દીપક પ્રગટાવવાની જરૂર ન પડે,
એની હાજરીથી અંધકારને,
ભાગવુ પડે.
યુગયુગાન્તર વીતી જાય પણ,
હૈયે નામ એમનાં કદી ના વિસરાય
આ છે સૌનાં હૈયાનાં
ઝગમગતા ચિરાગ.
દેશને ખાતર મરી મિટનારા,
ભારત માનાં આંખોના તારા.
મુશ્કેલીઓનો સામનો કરનારા,
જીવનની સાચી રાહ બતાવનારા.
આ છે સૌનાં હૈયાનાં
સાહસના ચિરાગ.
સેવા કરે છે મા-બાપની,
મિલકતની કોઈ આશ વિના.
શ્રવણ જેવી કરતો સેવા,
કોઈ વાહવાહીની આશ વિના.
આ છે સૌનાં હૈયાનાં
શ્રવણરૂપી ચિરાગ.
હા
રેલાઓને હિંમત આપતાં,
અસહાયકોના સહાયક બનતાં.
આંસુઓ લૂછતાં દુ:ખીઓના,
સૌ ઈચ્છે રહેવા એનાં સહેવાસમાં
આ છે સૌનાં હૈયાનાં
આનંદરૂપી ચિરાગ.
જેના આગમનની પ્રતીક્ષા થાય,
જેની ખોટ પળેપળે વર્તાય......!
નામ લેતા જ સૌ કોઈ હરખાય,
મહાન બન્યા આખા જગમાંય..!
આ છે સૌનાં હૈયાનાં
આશારૂપી ચિરાગ.
હે પ્રભુ! મુજ સ્વ માં જ,
ચિરાગ પ્રગટાવો એવો.....!
કે હસતા સદા રાખું સૌને,
આ ઘનઘોર વિકટ વંટોળોમાં....!
ને સદાય,
સૌમાં વસી રહું,
ઝળહળતી ચિરાગ બની.