STORYMIRROR

dinesh Nayak "Akshar"

Inspirational

4  

dinesh Nayak "Akshar"

Inspirational

ચાલવાનું છે

ચાલવાનું છે

1 min
328

અગ્નિપથ ઉપર સિકંદર થઈ ચાલવાનું છે,

નિષ્ફળતામાં મસ્ત કલંદર થઈ ચાલવાનું છે.


પરિણામની વ્યર્થ ચિંતા કરી નિરાશ શું થવાનું ?

સફળતા માટે તો મુકદર થઈ ચાલવાનું છે.


લાખ અવરોધ ભલેને આવે પણ હિંમત ના છોડીશ,

લક્ષ્ય પામવા તારે સદંતર થઈ ચાલવાનું છે.


વિશ્વાસ રાખ તું ખુદ પર - તારે જ ચાલવાનું છે,

મંઝિલ સુધી ચાલવા માટે તરબતર થઈ ચાલવાનું છે,


પ્રયત્ન કર્યા વગર તો ક્યાં સિદ્ધિ મળતી હોય છે ?

સ્વપ્ન સાકાર કરવા સમંદર થઈ ચાલવાનું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational