ચાલોને સાચા સંતને શરણે જઈએ.
ચાલોને સાચા સંતને શરણે જઈએ.
ચાલોને સાચા સંતને શરણે જઈએ.
એવા સંતોના દાસ થઈને રહીયે... ચાલોને સાચા સંતને શરણે...
જોગી થઇને નથી જંગલ જવું, ને પેલા
જ્ઞાનના ઘુંટ કેમ ગળીયે,
સંતોને સેવવાથી સઘળું સધાઈ જાયે,
મણિ પામી રંક કેમ રહીયે... ચાલોને સાચા સંતને શરણે
પ્રેમનું નાણુંને શ્રધ્ધાનું શ્રીફળ લઈને
સંતોની પાસે જઈએ,
ખાલી હાથે તો પાછું ફરવું પડે જ નહીં,
શાંતિ આપે તે સંત કહીયે... ચાલોને સાચા સંતને શરણે
- શ્રી યોગેશ્વરજી
