ચાલો આજે
ચાલો આજે
ચાલો આજે મહેનતના રંગથી રંગાઈએ
ચાલો આજે શબ્દોના સહવાસથી સાચવીએ,
ચાલો આજે પ્રેમના પતંગ ઊડાડીએ
ચાલો આજે ભાવના ભોજન જમીએ,
ચાલો આજે મૌનના મનોબળ બાંધીએ
ચાલો આજે હેતના હિલોળા લઈએ,
ચાલો આજે આશાના આસન પાથરાઈએ
ચાલો આજે ઉત્સાહના ઉત્સવ ઉજવીએ,
ચાલો આજે જીવનની જ્યોતને જગાવીએ
ચાલો આજે જીવીને જરૂરિયાત વધારીએ.
