STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

ચાલને થોડું કરીએ આત્મમંથન

ચાલને થોડું કરીએ આત્મમંથન

1 min
373

જિંદગીની દોડમાં ભૂલ્યા સૌ ભાન

પ્રગતિની રાહમાં કેટલું ગુમાવ્યું માન

ચાલને થોડું કરીએ આત્મમંથન...!


સત્ય અને જૂઠની સતત થતી લડાઈ

એમાં આપણે કેટલી જીત્યા છે લડાઈ

ચાલને થોડું કરીએ આત્મમંથન...!


બાળપણ અને યુવાની મોજમાં રે ગઈ

ઈશ્વરની ભક્તિમાં ધર્યું ધ્યાન કે નહી

ચાલને થોડું કરીએ આત્મમંથન...!


હું અને તું અહમ છે મોટો શત્રુ

અહમમાં કેટલું કર્યું નુકસાન સૌનું

ચાલને થોડું કરીએ આત્મમંથન...!


કર્મો થકી જ મળે મોક્ષ જીવનમાં

કેટલા કર્મ સારા કર્યા જીવનમાં

ચાલને થોડું કરીએ આત્મમંથન...!


જન્મ અને મરણ એતો ઈશ્વરને આધિન

નાતજાતના ભેદ ગણી કેટલી બગડી જિંદગી

 ચાલને થોડું કરીએ આત્મમંથન...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational