ચાલને જીવી લઈએ
ચાલને જીવી લઈએ


સમય,સ્થળ સંજોગો એજ હોય
પણ એ વ્યક્તિ મળે ન મળે !
ચાલને આજ એની સાથે જીવી લઈએ.
સમય, સ્થળ સંજોગો અને વ્યક્તિઓ એજ હોય
એ સ્થળની મજા મળે ન મળે !
ચાલને એની મજા આજે જ લઈ લઈએ.
સમય, સ્થળ સંજોગો અને વ્યક્તિઓ એજ હોય
પણ એ સમયની ખાસ ક્ષણો મળે ન મળે
ચાલને આજ એ ક્ષણને માણી લઈએ.
ચાલને આજે જ જીવી લઈએ.
સમય, સ્થળ અને વ્યક્તિઓ એજ હોય
પણ ફરી એ ખાસ સંજોગો મળે ન મળે !
ચાલને એ બધું જ આજે જ જીવી લઈએ.
ચાલને જીવી લઈએ.