ચાલ ને
ચાલ ને
નફરત સળગાવી તાપણી કરીએ,
પ્રેમ ની હુંફ થી જીવન સંવારીએ,
ચાલને નવું કંઈક કરીએ,
નિરાશાને દફનાવી દઈએ,
ઉદાસીને આગમાં બાળી દઈએ,
હતાશાની હોળી કરીએ
આશા ઉમંગ ઉલ્લાસને આવકારીએ,
ચાલને કંઈક નવી રીતે નવા વર્ષને આવકારીએ,
ચાલને તપતા રણના ઝાંઝવાને નાથીએ,
ઉનાળે પણ, વાદળ બની વરસીએ,
ચાલને કંઈક નવી રીતે નવા વર્ષને આવકારીએ,
ભલે મળ્યા અંધારા નસીબથી,
પણ આશાનાં સૂરજને સાથ રાખીએ,
ચાલને કંઈક નવી રીતે નવા વર્ષને આવકારીએ,
પ્રેમ તો પ્રેમ છે,
પણ નફરતને પણ પ્રેમમાં બદલીએ,
દુશ્મનને પણ દોસ્ત બનાવી ગળે લગાવીએ,
ચાલને કંઈક,
જે થયું એ ઠીક હતું,
જે થવાનું છે એ જોરદાર છે,
બસ મનનાં માળિયામાં ઉમંગની જ્યોત પ્રગટાવીએ,
ચાલને કંઈક,
હૈયું સળગેને સપનાંઓ ખાખ થાય,
દર્દ ભરેલી ચીસો કોઈ સાંભળે ના સાંભળે,
ચાલને મૌનને ધારદાર બનાવીએ,
ચાલને કંઈક નવી રીતે નવા વર્ષને આવકારીએ.
