Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Neha

Inspirational

3.8  

Neha

Inspirational

ચાલ મન !

ચાલ મન !

1 min
236

ચાલ મન, 

જે સાંભળ્યું, પણ કદી માણ્યું નથી,

એ આજ હવે માણીએ,

ને જે કહ્યું, પણ કદી સાંભળ્યું નથી,

એ આજ હવે સાંભળીએ !

ચાલ મન,

જે કહ્યું, પણ કદી કર્યું નથી,

એ આજ હવે કરીએ,

ને, જે કર્યું, પણ કદી કોઈને કહ્યું નથી,

એ આજ હવે કહીએ !

ચાલ મન, 

જે કદી ગાયું નથી, 

એ ગીત આજ હવે ગાઈએ,

ને, જે ગીત ગાયું પણ લખ્યું નથી કદી, 

આજ એ ગીત હવે લખીએ !

ચાલ મન, 

જે લાગણીઓ માણી નથી,

ને કોઈએ જાણી નથી,

એ સૂતેલી લાગણીઓને, 

આજ હવે જગાડીએ !

ચાલ મન,

જે દુભાએલી લાગણીઓને,

કોઈએ જાણી નથી,

એ હૃદયની ઊર્મિઓને,

આજ હવે ઉઠાડીએ!   

ચાલ મન, 

એ સૂની મંઝિલ ને

વણખેડાયેલ ડગર

આજ હવે કંડારીએ !

ચાલ મન, 

એ સૂની માનવ વિહીન એ રાહે,

આજ હવે આપણાં જ

નૂતન પગલાં હવે પાડીએ ! 

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational