ચાલ કરીએ નવી શરૂઆત
ચાલ કરીએ નવી શરૂઆત
ચાલ કરીએ નવી વાર્તાની શરૂઆત,
દિલની વાતોની શબ્દોમાં કરીએ રજૂઆત,
છોડીએ જૂની પુરાણી બધી વાત,
કરીએ એક બીજા સાથે મુલાકાત,
સાચવીએ સંબંધોનું ઝવેરાત,
સમજીએ જિંદગીની ઘણી વાત,
જ્યાં એક વસ્તુનો અંત હોય ત્યાં,
બીજાનો હોય આરંભ,
દુઃખનો અંત સુખનો આરંભ,
પાનખરનો અંત વસંતનો આરંભ,
રાત્રીનો અંત સવારનો આરંભ,
હરેક રાત્રી પછી નવી સવાર હોય છે,
ચાલ જિંદગીની ચાલ ને સમજીએ,
એક નવી વાર્તાની શરૂઆત કરીએ,
દિલની વાતોની શબ્દોમાં રજૂઆત કરીએ
