ચાહની રાહ, વિવાહ
ચાહની રાહ, વિવાહ
વિવાહ છે જિંદગીની ધુરી, વિવાહ પર ઘણો દારોમદાર છે,
જિંદગીને સમગ્ર રીતે જીવવા માટે વિવાહ સુત્રધાર છે.
સામે વાળાના વ્યક્તિત્વને ખીલવવાની છે જવાબદારી,
વિવાહ જિંદગીમાં સપ્તપદીના સુત્રો કરે સાકાર છે.
વિવાહ છે જિંદગીભરની એક એવી મસ્ત મજાની રમત,
એક જણ હારે જિંદગીમાં તો, તેમાં બીજાની પણ હાર છે.
સામે વારો મનાવે તો તરત જ માનવા હોય છે તૈયાર,
આ વિવાહ તો જિંદગીભર ચાલતી પ્યાર ભરી તકરાર છે.
વિવાહીત જોડીનો સાથ જિંદગીમાં હોય છે સહુથી અલૌકિક,
અગ્નિસંસ્કાર સુધીનો છે સાથ, વિવાહ તો જન્મોજન્મના સંસ્કાર છે.
સલામતી, સ્વીકૃતી, સહકાર, સંવેદના, સમર્પણ, સંગાથ અને સંવાદ,
વિવાહ તો રોમાંસ અને રોમાંચ સભર સ્વર્ગને જમીન પર લાવવાનો દ્વાર છે.
જિંદગીના બધા સંબંધો હોય ભલેને વચગાળાની વ્યવસ્થા જેવા,
આખર સુધી તો આપણે બે જ, વિવાહ એ સચ્ચાઈને કરે સાકાર છે.