Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Inspirational

4.2  

Deepa rajpara

Inspirational

બુલંદ ચાલ મારી

બુલંદ ચાલ મારી

1 min
300


ગંતવ્ય નક્કી છે જ મારું,

રસ્તાઓ નવા કંડારવા છે.

ઈરાદો સદા બુલંદ છે મારો,

સિદ્ધિનાં શિખરો સર કરવાં છે !


જીતનો વિકલ્પ પરિશ્રમ એક,

કદમોને આગળ ધપાવવા છે.

પત્થરોની છાતી પર પગ ધરી,

પગલાઓ અંકિત કરવાં છે !


પાછળ આવતાં પથિક માટે

નવાં માઈલસ્ટોન ખોડવા છે.

આસાન નથી પથ તો શું થયું,

મારે રાહનાં રોડા દૂર કરવાં છે !


'દીપાવલી' દ્રષ્ટિ ઉંચી રાખજે,

આજે સૂરજને ય હંફાવવો છે.

તપતા સૂરજની સાક્ષીએ જ તો,

બાહુબળનાં પારખાં કરવાં છે !


જાણું છું, વિજય સ્તંભ ટોચ પર,

મારે તો રસ્તાનો આનંદ લેવો છે.

પહોંચું ટોચે ખોબલે કિરણો ભરુ,

મારે સૂરજને અંજલિદાન કરવાં છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational