બસ તને જ પ્રેમ કરીશ
બસ તને જ પ્રેમ કરીશ
હદથી વધારે અનહદ પ્રેમ તને કરીશ,
તું કરીશ એથી અનંત ગણો હું કરીશ..
એક વાર સાથે રહેવાનું વચન દઈ દે,
એકેક તારા શ્વાસને તરબોળ હું કરીશ..
અંતર છે ઘણું વચ્ચે પણ ભેદ નથી તારા,
આ મૌનનો અર્થ લાગણીભર્યો હું કરીશ..
તારા પ્રેમમાં ભીંજવી દે મને ધોધમાર,
તારા વેરાન હૈયે ચિચિયારી હું કરીશ.
મારામાં તું હોવાનો અહેસાસ કરાવી દે,
બંધ આંખે વ્હાલા તારો સ્વીકાર હું કરીશ..
બસ હું તને પ્રેમ કરીશ બસ હું તને....