બસ થંભી જવું છે મારે
બસ થંભી જવું છે મારે
રોજની દોડધામભરી જિંદગી નથી
જીવવી મારે
બસ થંભી જવું છે.
આ ઊગતી ઉષાને ફૂલો પર પડેલા ઝાકળ બિંદુને જોઈ કુદરતનો અહેસાસ કરવો છે.
બસ થંભી જવું છે.
બસ વરસો થયાં આ બચપણના મિત્રોને મળે
બસ એ ચાની લારી પર ગપાટા મારવા છે,
બચપણની સોનેરી યાદોની પોટલી મારે ખોલાવી છે
બસ થંભી જવું છે મારે.
આ પહાડમાંથી નીકળતા ઝરણામાં કૂદાકૂદ કરવી છે
આ નદીમાં નહાવાની મજા મારે માણવી છે.
બસ થંભી જવું છે મારે.
સમી સાંજે ક્ષિતિજે ધરતીને ચુંબન કરતા
આકાશનો અમૂલ્ય નજારો મારે જોવો છે
આ ઘૂઘવતા દરિયાની વેદનાને
મારે સમજવી છે,
બસ થંભી જવું છે મારે,
વરસો થયાં જાત સાથે ગોષ્ઠિ કરી
બસ ખુદ સાથે ખુદની મુલાકાત કરવી છે.
બસ થંભી જવું છે મારે,
ઈશ્વરને આપેલા વચનો હું આ પૈસા કમાવાની આંધળી દોટમાં ભૂલી
ઈશ્વરને આપેલા વચનો પૂર્ણ કરવા છે મારે
બસ થંભી જવું છે મારે.
