બસ સમજી ના શક્યા
બસ સમજી ના શક્યા
બસ એવી છું ભૂલ હતી,
કે તમે સમજી ના શક્યા.
બસ એવી તે શું ઉતાવળ હતી,
કે રોકાઈ ના શક્યા.
બસ એવી તે શું વાત હતી,
કે તમે કહી ના શક્યા.
બસ એવી તે શું વસ્તુ હતી,
કે તમે આપી ના શક્યા.
બસ એવી તે શું ઈચ્છા હતી,
કે તમે ઈચ્છી ના શક્યા.
બસ એવી તે શું આજ્ઞા હતી,
કે તમે પાળી ના શક્યા.
બસ એવી તે શું માગણી હતી,
કે માની ના શક્યા.
બસ એવી તે શું મુલાકાત હતી,
કે મળી ના શક્યા.
બસ એવી તે કઈ જિંદગી હતી,
કે તમે મારી સાથે જીવી ના શકયા.

