બસ આકાશને આંબી જવું છે!
બસ આકાશને આંબી જવું છે!


સહેલા છે વાંચવા પુસ્તકો,
પણ અઘરા છે વાંચવા મન;
મારે તો મન બધાનાં વાંચવા જવું છે,
મારે તો બસ આકાશને આંબી જવું છે !
સહેલી છે શોધવી ખોવાયેલી વસ્તુઓ,
અઘરાં છે શોધવા ખોવાયેલા સ્વપ્ના,
મારે તો એ સ્વપ્નાને શોધવા જવું છે,
મારે તો બસ આકાશને આંબી જવું છે !
સહેલું છે ચાલવું મંદિર - મસ્જિદ સુધી, અઘરું છે ચાલવું આકાશની કેડી પર ;
મારે તો એ આકાશની કેડી પર ચાલવા જવું છે,
મારે તો બસ આકાશને આંબી જવું છે !
સહેલું છે હારવું દિવસ-રાત ચાલતી સ્પર્ધાઓમાં,
અઘરું છે હારવું સંબંધોમાં ;
મારે તો સંબંધોમાં હારવા જવું છે, મારે તો બસ આકાશને આંબી જવું છે !
સહેલું છે કામ ઘણાં કરીને થાકવું,
અઘરું છે વેર-દ્વેષ કરવામાં થાકવું;
મારે તો વેર-દ્વેષ કરવામાં થાકવા જવું છે,
મારે તો બસ આકાશને આંબી જવું છે !