STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Inspirational Others

4  

KALSARIYA PRAKASH N.

Inspirational Others

બફારો થયો

બફારો થયો

1 min
312

સમુંદર વહેતો રહ્યો ને તમે પાણીનો મારો કહ્યો,

તળમાં રત્નો ભર્યા, ચાખ્યો અને તમે ખારો કહ્યો.


જોયું જાણ્યું ઉત્તમ હતો એ, જે તને ગમ્યો નહિ,

કૃષ્ણ જેવો કામણગારોને, તમે એને કાળો કહ્યો.


સદા વહેંચતો રહ્યો વ્હાલ, લાભ ન ક્યારેય જોયો,

જીવન ખરચ્યું તુજ પાછળ, તમે ભાઈચારો કહ્યો.


આ જીવનની ઘટમાળ રહી છે ઓટ પછી જુવાળ,

સુખ માણ્યુંને દુઃખ આવ્યું, ત્યાં તે પગ પેસારો કહ્યો.


સૌંદર્ય દ્રશ્યમહી કે જોનારાની આંખમાં ? 'યાદ',

સૂરજની લાલિમા શીતળ, તમે એને બફારો કહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational