STORYMIRROR

Chirag Padhya

Inspirational Others

4  

Chirag Padhya

Inspirational Others

ભયો ભયો

ભયો ભયો

1 min
27.3K


ખોવાયેલ માણસો તો મળી જાય છે શોધે,

બદલાયેલ માણસ મળી જાય તો 'ભયો ભયો.'


માણસની અંદર તો છે માણસાઈનો ખજાનો,

બસ થોડી બહાર આવી જાય તો 'ભયો ભયો.'


પ્રેમીઓ તો મળે છે ઘણા પ્રેમની વાતો કરતા,

ક્યાંક સાચો પ્રેમ મળી જાય તો 'ભયો ભયો.'


ધૂપ દીપ તો સૌ કરે મૃત માતા-પિતાના ફોટા પર,

જીવતે જીવ તેમને સમજી જાય તો 'ભયો ભયો.'


બીજાની ભૂલો પર તો વકીલ બને આખી દુનિયા,

પોતાની ભૂલો માટે જજ બની જાય તો 'ભયો ભયો.'


કળયુગમાં ભગત છે પણ સાચી ભક્તિ નથી,

સાચા ભક્તોને ભગવાન મળી જાય તો 'ભયો ભયો.'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational