ભૂતકાળ ને ભો માં ભંડારી દે.
ભૂતકાળ ને ભો માં ભંડારી દે.
અતીત સાથેની લડાઈમાં તું બાજી મારી જા
આત્મવિશ્વાસની તલવારે અતીતને નાશ કરતો જા
ભૂતકાળને ભોમાં ભંડારી
મનથી ખુશી ઓ માણતો જા
આ સુંદર દુનિયા તારી
છે સુગંધિત ફૂલો ની ક્યારી
બસ તારી સત કર્મો ની મહેક ફેલાવતો જા
આ જીવન તારું રંગો ની પિચકારી
સુંદર રંગોળી દોરતો જા
હૈયા નું આંગણ સજાવતો જા
વર્તમાન ચાંદ પર ના લાગે આ અતીતનું ગ્રહણ
એનો બસ ખ્યાલ રાખ તો જા
અતીત ના સ્મરણ નો પીછો છોડતો જા
વર્તમાનની કેડી કંડારતો જા અતીતને ભૂલી જા
કર નવા દિવસની સંગત
આવી જશે તારા જીવનમાં રંગત
સમય પણ બની જશે તારો અંગત
બસ સમયની સરભરા કરતો જા તું
મૂકી દે યાદોની અભેરાઈ પર અતીતનો પોટલો
પકડી લે તું વર્તમાનનું ઓટલો
મળી જશે તને સુખનો રોટલો
બસ ભાવિને કંડાર તો જા
તારા ઝખ્મો પણ ઝખ્મી થઈ જશે
બસ તેજ રાખ તારા આત્મવિશ્વાસની તલવાર ની ધાર
અતીત સાથેની લડાઈમાં તું બાજી મારી જા
