ભૂલવા સહેલા નથી
ભૂલવા સહેલા નથી
આ નથી કંઈ દોરીના તાંતણે બંધાણી
આ તો છે દિલથી દિલની સગાઈ
એને ભૂલવી કંઈ સહેલી નથી....
આ નથી કંઈ રમકડાંના ખેલ
રમત પુરી ને વાત પુરી
પ્રેમ સગાઈ ભૂલવી કંઈ સહેલી નથી...
નથી એ કંઈ એક બે દિવસમાં બંધાણી
એ તો છે વર્ષોથી હૈયે મંડાણી
એને ભૂલવી કંઈ સહેલી નથી...
સ્વાર્થ કેરા સંબંધ તૂટે તૂટી જાય
આ તો દિલ કેરા સાચા સંબંધ
એને ભૂલવા કંઈ સહેલા નથી....

