STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

ભૂલ ના કર

ભૂલ ના કર

1 min
158

પિત્તળ પર ચડાવે સોનાનો ઢાળ,

આપે પછી ખૂબસૂરત આકાર,

પિત્તળ ને સોનું સમજવાની ભૂલ ના કર,


ચહેરા પર કેટલાય મહોરા હોય છે,

દેખાય એવા ક્યાં કોઈના ચહેરા હોય છે,

કાચ પણ ચમકે હીરા જેમ,

ઝળહળે સૂરજની જેમ,

આ કાચને હીરો માનવાની ભૂલ ના કર,


ક્યારેક સુખ ક્યારેક દુઃખ,

પરિસ્થિતિ પર નિર્ભર છે માનવીનું વર્તન,

તો કોઈને નીચા આંકવાની ભૂલ ના કર,


હોઠ પર શબ્દો બીજા,

મનમાં હોય બીજો ભાવ,

માનવીના દેખાવ પરથી મૂલ્યાંકન કરવાની ભૂલ ના કર,


પોતાના જ લોકો આપે છે ઘાવ,

શા માટે રાખે છે એટલો લગાવ ?

પછી શા માટે કરે રાવ ?

સ્વજનો પાસે વધારે અપેક્ષા રાખવાની ભૂલ ના કર,


પાણીના રંગરૂપ છે એક સરખા,

તોયે સમંદરનું જળ ખારું ને,

સરિતાનું જળ મીઠું,

સૌ માનવીને એક સરખા સમજવાની ભૂલ ન કર,


અસલી ફૂલો આપે મજાની મહેક,

નકલી ફૂલો પાસે ક્યાં છે મહેક ?

આમ નકલીને અસલી સમજવાની ભૂલ ના કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational