'ભરોસો'
'ભરોસો'
એક જ છિદ્ગે નૈયા ડૂબે, અહીં છિદ્ગો પડ્યાં અપાર રે,
કામ કેરું છિદ્ગ મોટું ને, ક્રોધનું ઝીણું જણાય રે.
માયામોહ કેરું વાવાઝોડું, ને અહંકારનો ઉદધી અપાર રે.
ભક્તિ કેરાં હલેસાં મારું, પ્રેમે ઉગાર ભવ પાર રે !
નામસ્મરણ ને કીર્તન સાથે, ભરોસો મને અપાર રે,
મઝધારે મારી નાવડી ડોલે, હલેસાં ધરું તવ હાથ રે !
"મશાલ" આંસુ સાથે વિનવે, મઝધારે ડૂબવાં ન દેજે રે,
ભરોસો મને ભારી છે તારો, ઉગારીશ તું ભવપાર રે !
