STORYMIRROR

Hetshri Keyur

Inspirational

3  

Hetshri Keyur

Inspirational

ભરોને જીવનમાં રંગ

ભરોને જીવનમાં રંગ

1 min
196

સફેદ રંગ જેમ શુદ્ધ ચરિત્ર રાખો

જીવનમાં ભરો સફેદ રંગ

ઉજવાય આખી જિંદગી સફેદ રંગની હોળી


લીલા રંગ જેમ કુટુંબ ને

હર્યું ભર્યું ખુશાલ રાખો 

જીવનમાં ભરો લીલો રંગ

થાય આખી જિંદગી લીલા રંગની હોળી


 લાલ રંગ જેમ કાયમ ખુશ રહો 

 જીવનમાં ભરો લાલ રંંગ

 થાય આખી જિંદગી લાલ રંગની હોળી


 દૂધિયા રંગની જેમ

 વાદળ સમાન ઉચ્ચ વિચારો રાખો

 થાય આખી જિંદગી દૂધિયા રંગની હોળી


 રંગ હોય કાળો, પીળો કે જાંબલી

 દરેક રંગની જગ્યા કૈક અલગ

કોઈ એક રંગ વગર જિંદગી છે બેરંગ

  

તો ચાલો ને રંગાઈ જાવ

દરેક રંગથી

જિંદગીમાં ભરી દ્યો દરેક રંગ

જેથી જિંદગી આખી

રંગ બરસે

અને દરેક રંગથી ભરેલ જિંદગીની

કાયમ મનાવો હોળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational