STORYMIRROR

Narendra K Trivedi

Classics Others

4  

Narendra K Trivedi

Classics Others

ભોલેબાબા

ભોલેબાબા

1 min
236

ભોલેબાબા, વિષધર તણી, લાગતી બીક સૌને

તું તો તેને કંઠપર ધરી, આપ તો રે ! સહારો


પીધા પ્યાલા અમરત કરી, ઝેરનાં લોક કાજે

દીધા તે તો વચન અમને પ્રેમથી તો સદાયે


ઘેલા થાતા જગતભરનાં, લોક સંગીત તાલે

સૌના માટે ખળખળતુ, સંગીત તારું વગાડે


ભોલા તારા ગુણ ગુણ તણી લોક વાતો અનેરી

ખુલ્લાં તારા દર પર મળે, આવકારો અનેરો


તું તો છે આ જગતભરનો, એક દાનો સહારો

ભોલા ભોળો અવનિપરનો, નાથ તુંતો ગણાયો


ૐ ૐ ગુંજે જગ ગગનમાં નાદ તારોજ આજે

વાગે તારું ડમરું જગને ઓમકારે જગાડે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics